જામનગર 181 અભયમ ટીમ દ્વારા ઘરેથી નિકળી ગયેલ કિશોરીને કાઉન્સેલીંગ કરી તેના માતા-પિતાને શોધી પરિવારજનો સાથે પૂન: મિલન કરાવ્યું હતું. આ તકે કિશોરીના પરિવારજનો દ્વારા 181 અભયમ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર ખાતે કાર્યરત 181 અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે જેમાં 108 સેવા દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું હતું કે, આશરે 16 વર્ષની કિશોરી બેભાન અવસ્થામાં બેડી બંદર રોડ પર પડી હોય ત્યાંથી હોસ્પિટલ લાવવામાં આવી હતી. પરંતુ કિશોરી ભાનમાં આવવા છતાં કશું બોલતી નથી ગભરાયેલ હોય તેથી કોઈ નામ સરનામું જણાવતા ન હોય, કાઉન્સેલિંગ માટે મદદની જરૂર છે આથી જામનગર અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી, પોલીસ એએસઆઇ તારાબેન ચૌહાણ, પાયલોટ મહાવીરસિંહ વાઢેર, સ્થળ પર પહોંચી કિશોરીને આશ્ર્વાસન આપ્યું હતું અને તેનો વિશ્ર્વાસ જીતી કાઉન્સેલિંગ કરી કિશોરીનું નામ સરનામું જાણવાની કોશિષ કરી હતી.
પીડિતા દ્વારા ખાલી નામ જણાવ્યું હતું અને તેઓ પાંચ વાગ્યાના ઘરેથી નીકળી ગયેલ હોય એટલું જ જણાવ્યું હતું. કિશોરીને માથામાં વાગેલ હોય તેમ જ અમુક રિપોર્ટ બાકી હોય તેથી યોગ્ય સારવાર અપાવી હતી તેમજ રિપોર્ટ કરાવ્યા હતાં. યોગ્ય પરામર્શ કરતા જણાવેલ તેમને બે વર્ષથી ભૂત પ્રેત વળગાળ હોવાથી તેઓ અમુક ટાઈમ શું કરે છે ક્યાં જાય છે તે યાદ હોતું નથી. અચાનક ઘરેથી નીકળી ગયેલ હોય તેથી કશું યાદ નથી એટલામાં હોસ્પિટલમાં કોઈ મહિલા મળેલા જે પીડીતાને ઓળખતા હોય તેમના દ્વારા કિશોરીના પિતાનો નંબર નામ મેળવી ફોન દ્વારા પીડતા વિશે પિતાને જાણ કરી હતી.
કિશોરીના પિતાએ જણાવ્યા અનુસાર, પાંચ વાગ્યાથી કિશોરી ઘરેથી નીકળી ગઇ હોય ત્યારના બધી જગ્યા શોધખોળ કરેલ છે પીડિતાને ભૂત પ્રેત વળગાળ હોવાથી અમુક ટાઈમે તે શરીરમાં આવી જતા તેઓ બેભાન થઈ જાય છે તેમજ તેમને કશું યાદ હોતું નથી તેથી તેઓ ભુવા માતાજી પાસે લઈ જાય છે પરંતુ હજુ સુધી સારું થયેલ નથી પૂરી વાત સાંભળી યોગ્ય કાઉન્સેલિંગ કરેલને ભૂતપ્રેત વળગાળ વિશે અંધશ્રદ્ધામાંથી બહાર આવી યોગ્ય હોસ્પિટલમાં સારવાર લેવા તેમ જ રિપોર્ટ કરાવવા સમજાવ્યા હતાં. હવે પછી આમ કિશોરીને એકલા જવા ના દેવા જણાવી પીડિતાને પણ પોતાનું ધ્યાન રાખવાને એકલા બહાર ન જવા જણાવ્યું હતું. તેથી પિતાએ જણાવેલ તેવો હવે પછી સારા હોસ્પિટલમાં સારવાર કરાવડાવશે તેમજ પીડિતાનું વધુ સાર સંભાળ રાખશે.