બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એનરોલમેન્ટ કમિટી ચેરમેન તરીકે મનોજભાઇ અનડકટની વરણી કરાઇ છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એનરોલમેન્ટ કમિટીના ચેરમેન તરીકે સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી એવા મનોજભાઇ મણિલાલ અનડકટની નિયુક્તિ કરવામાં આવી છે. તેમની આ નિમણૂંકથી વકીલોમાં ખુશીની લાગણી છવાઇ હતી અને તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.