જામનગર શહેરમાં સમર્પણ ચાર રસ્તા પાસે રહેતાં યુવાનનું નાઘેડી ગામ પાસેના પાણીના વોંકળામાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સમર્પણ અંડરબ્રીજ ચાર રસ્તા પાસે આવેલા શ્યામ પેલેસમાં રહેતાં કોન્ટ્રકટર વનરાજભાઈ વલ્લભભાઈ કરમુર (ઉ.વ.36) નામનો યુવાનો ગત તા.22 ના રોજ સાંજના 5 વાગ્યાથી તા.25 ના બપોર સુધીના સમય દરમિયાન નાઘેડી ગામ પાસે આવેલા પાણીના વોંકળામાંથી મૃતદેહ સાંપડતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવી ગોવિંદભાઈના નિવેદનના આધારે પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાના પ્રાથમિક તારણના આધારે પોલીસ તપાસ આરંભી હતી.