Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરબરોડા હાર્ટ ઇન્સ્ટિટયૂટ દ્વારા 71 વર્ષિય વૃધ્ધનું અત્યાધુનિક પધ્ધતિથી જટિલ બ્લોકેજનું સફળ...

બરોડા હાર્ટ ઇન્સ્ટિટયૂટ દ્વારા 71 વર્ષિય વૃધ્ધનું અત્યાધુનિક પધ્ધતિથી જટિલ બ્લોકેજનું સફળ આપરેશન

- Advertisement -

જામનગરની બરોડા હાર્ટ ઇન્સ્ટિટયૂટ દ્વારા 71 વર્ષિય વૃધ્ધ દર્દીનું જટિલ બ્લોકેજનું સફળતાપૂર્વક ઓપરેશન કરી નવજીવન આપ્યું હતું. આ અંગે પત્રકાર પરિષદમાં ડો. ભૂષણ કાંટાલે, ડો. વિપુલ (જામનગર સેન્ટર હેડ) તથા ડો. ફાલ્ગુનએ માહિતી આપી હતી.

- Advertisement -

આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તા. 2 ફેબ્રુઆરીના રોજ બરોડા હાર્ટ ઇન્ટિટ્યુટ-જામનગર ખાતે એક 71 વર્ષીય વૃધ્ધ દર્દીને છાતીનો દુખાવો થતાં સારવાર માટે દાખલ કર્યો હતો. દર્દીને હૃદયરોગની તપાસ માટે એન્જિયોગ્રાફી રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ એન્જીયોગ્રાફીની તપાસ દરમિયાન હૃદયને લોહી પહોચાડતી મુખ્ય નળીમાં 90-95 ટકા જોખમી બ્લોકેજનું નિદાન થયું હતું. એટલું જ નહીં પરંતુ આ બ્લોકેજ ખૂબ જ સખત તથા કેલ્શિયમથી ભરપુર હોવાનું જાણ થઇ હતી.

બરોડા હાર્ટ ઇન્સ્ટિટયૂટના અનુભવી તથા નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટ ડો. ભૂષણ કંટાલે અને ડો. મહેશ બસર્ગેની ટીમ દ્વારા આ સખત કેલ્શિયમવાળા બ્લોકેજ ધરાવતા દર્દીમાં રોટા એબ્લેશન (આધુનિક તકનીક)નો ઉપયોગ કરી આ જટિલ એન્જીયોપ્લાસ્ટીક ઓપરેશન સફળતાપૂર્વ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ પ્રકારના બ્લોકેજ ખૂબ ચુના જેવાકઠણ અને જટિલ હોવાથી દર્દીના એન્જીયોપ્લાસ્ટીક (સેન્ટર બેસાડવાના) ઓપરેશનમાં ખૂબ અડચણરુપ હોય છે તથા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા સ્ટેન્ટ અને બલુન આ પ્રકારના સખત બ્લોકેજને દૂર કરવામાં સક્ષમ હોતા નથી. જેથી મોટાભાગના દર્દીઓને કોરોનરી બાયપાસ (ઓપન હાર્ટસર્જરી) ઓપરેશન કરવાની ફરજ પડે છે.

આ પ્રકારના જટિલ કેલ્શિયમયુક્ત બ્લોકેજ સામાન્ય રીતે વધુ ઉંમવાળા દર્દીઓ, ડાયાબીટીસ તથા કિડનીની બિમારીવાળા દર્દીઓમાં જોવા મળે છે તથા હૃદય સાથે સંકળાયેલા આ બધા રોગગ્રસ્ત દર્દીનું કોરનરી બાયપાસ ઓપરેશન પણ જોખમી હોય છે. પરંતુ વિકસતી જતી ટેકનોલોજી આ પ્રકારના સખત કેલ્શિશયમવાળા બ્લોકેજને દૂર કરી સ્ટેન્ટ મૂકવાની પ્રક્રિયા સફળ કરવામાં સક્ષમ હોય છે. જેમ કે, રોટા એબ્લેશનની પ્રક્રિયામાં બ્લોકેજને દૂર કરવા માટે વિશેષ પ્રકારની બલુન તથા હીરાજડિત ડ્રીલ હોય છે.

- Advertisement -

આ વિશિષ્ટ પ્રકારનું ડ્રીલ ખૂબ જ સુક્ષ્મતા હૃદયની નડીની અંદર પહોંચી બ્ોલેજમાં રહેલા કેલ્શિયમને દૂર કરે છે. આ ડ્રીલ 1,50,000, 1,80,000 આરપીએમની ઝડપથી ડ્રીલીંગની પ્રક્રિયા કરી નળીમાં રહેલા કેલ્શિયમને કાપી અને દૂર કરે છે. જેથી સ્ટેન્ડ મૂકવાની પ્રક્રિયા સરળ બને છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં બરોડા હાર્ટ ઇન્સ્ટિટયૂટના ચાર યુનિટ કાર્યરત છે. જામનગરમાં પણ વર્ષ 2016થી યુનિટ કાર્યરત છે અને જામનગરમાં પ્રથમ વખત આ ઓપરશેન થયું છે. હાલમાં વધતા જતાં હૃદયરોગના હુમલાના બનાવો અંગે જણાવ્યું હતું કે, હાલના સમયમાં લોકોની લાઇફ સ્ટાઇલ, સ્ટ્રેસ વધવાને કારણે વ્યસનોમાં વધારો, ઓછુ ચાલવાનું તથા ખાનપાનને કારણે હૃદયરોગના બનાવો વધે છે. લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું છે. જેને પરિણામે વ્યસનમાં પણ વધારો થયો છે. તેમજ આજે ઓનલાઇનના માધ્યમથી ખાણીપીણીની વસ્તુઓ પણ સરળતાથી મળી રહે છે. લોકોમાં ચાલવાનું પ્રમાણ ઘટી ગયું છે. વાહનો આવતાં ચાલીને જવાને બદલે નજીકમાં જ જવું હોય તો પણ લોકો સીધી વાહનની કીક મારે છે. જેના કારણે હૃદયરોગના હુમલાના બનાવો વધ્યા છે.

હૃદયરોગથી બચવા અંગે સુગર તથા સોલ્ટથી દૂર રહેવા, ખાવામાં કેલેરી ઓછી કરવા, દરરોજ 20 મિનિટ વ્યાયામ કરવા તેમજ પરિસ્થિતિ કંટ્રોલ કરવાની આવડત હોવી જોઇએ તેમ પણ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular