Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરગુજરાતમાં મસ્જિદોના લાઉડ સ્પિકરો બંધ કરાવવા હિન્દુ સેના દ્વારા ગૃહ મંત્રાલયને રજૂઆત

ગુજરાતમાં મસ્જિદોના લાઉડ સ્પિકરો બંધ કરાવવા હિન્દુ સેના દ્વારા ગૃહ મંત્રાલયને રજૂઆત

- Advertisement -

હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા ગુજરાતમાં મસ્જિદોના લાઉ સ્પિકરો બંધ કરાવવા ગૃહ મંત્રાલયને રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

ગુજરાતમાં ધાર્મિક સ્થાનોનું મહત્વ વધુ જોવા મળે છે પરંતુ ત્યાંથી થતા ધ્વનિ પ્રદૂષણને રોકવા વાળું કોઈ જ નથી ખાસ કરી ગુજરાતના તમામ જિલ્લાઓની મસ્જિદો ઉપર લાઉડ સ્પીકરો ચડાવી વહેલી સવારથી રાત્રે સુધી પાંચ-પાંચ વખત નમાજની અજાન દ્વારા ધ્વનિ પ્રદૂષણ તેમજ લોકપ્રજામાં પરેશાની ઉભી થઈ છે. આ લાઉડ સ્પીકર પર કેટલા પ્રમાણમાં અવાજ રાખવો તેનું નિયંત્રણ નથી ત્યારે ધ્વનિ પ્રદૂષણ અને લોક પ્રજાને ધ્યાને લઈ ગુજરાતના છેવાડાઓ સુધી મસ્જિદો પરના લાઉડ સ્પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા ગુજરાત ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી છે. જેને લઈને ગુજરાત મંત્રાલયમાં વિષયને ગંભીરતાથી લઈ યોગ્ય હુકમ ફરમાવવા પણ આગ્રહ રાખ્યો છે.

રાજ્યના દેવભૂમિ દ્વારકાથી લઇ જામનગર, રાજકોટ, કર્ણાવતી, વડોદરા, સુરત તેમજ નાના મોટા શહેરો અને છેવાડાના ગામડાઓમાં પણ મસ્જિદોના લાઉડ સ્પીકરો ઉતારી ધ્વનિ પ્રદૂષણ તેમજ લોકપ્રજાને થતી હાનિ અને અડચણ તથા તકલીફને દૂર કરવા ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ એ ગૃહમંત્રાલય દ્વારા કાર્યવાહી કરી યોગ્ય હુકમ ફરમાવવા તેમજ મસ્જિદો પરના લાઉડ સ્પીકરો હટાવવા માંગણી મૂકી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular