Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી એકીબેકીનો જુગાર રમતાં 4 શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાંથી એકીબેકીનો જુગાર રમતાં 4 શખ્સ ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરના નારાયણનગરના ઢાળિયા પાસે જાહેરમાં ચલણી નોટોના આંકડાઓ એકી-બેકીનો જુગાર રમતાં સ્થળે સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન 4 શખ્સોને રૂા. 11340ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરના નારાયણનગરના ઢાળિયા પાસે જાહેરમાં ચલણી નોટોના આંકડાઓ ઉપર એકીબેકીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન અબ્દુલ હુશેન આમરોણિયા, વલ્લભ ગોરધન નકુમ, અશરફ કાસમ કચ્છી, ભાવેશ મધુ ખોખર સહિતના 4 શખસોને રૂા. 11340ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરની સુભાષ શાકમાર્કેટ પાસે જાહેરમાઁ વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતાં સંજય ધરમશી સોરઠિયાને સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular