આંધ્ર પ્રદેશ રાજ્યના તિરુપતિ ચિતુર વિસ્તારના મૂળ રહીશ અને હાલ વડોદરા પાસે યુનિવર્સિટીમાં રહીને અભ્યાસ કરતા ગુડીપલ્લી વાસુદેવ નાગર રેડી નામના 20 વર્ષના વિદ્યાર્થી રવિવારે સાંજના સમયે દ્વારકામાં આવેલા ગોમતીઘાટ પાસે ગોમતી નદીમાં સ્નાન કરી રહ્યા હતા, ત્યારે એકાએક દરિયાના પાણીમાં પ્રવાહ વધી જતા દરિયાના પાણીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ દેરગુલ્લા ચરનકુમાર (ઉ.વ. 20, રહે. આંધ્રપ્રદેશ) એ દ્વારકા પોલીસને કરી છે.