Friday, October 18, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં નવ વર્ષ પૂર્વે બસ કલીનરની હત્યાના આરોપીને 10 વર્ષની સખ્ત કેદ

દ્વારકામાં નવ વર્ષ પૂર્વે બસ કલીનરની હત્યાના આરોપીને 10 વર્ષની સખ્ત કેદ

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં વર્ષ 2015 માં પીપરેજ ગામની મહર્ષી અત્રી સ્કુલના વિધાર્થીઓને લઈને દ્વારકા ખાતે દર્શન કરવા અને પ્રવાસમાં આવેલી એક ટ્રાવેલ્સની બસ નં. જીજે-01-બીવી-85 માં ક્લીનર તરીકે આવેલા દીપકકુમાર જગજીવનભાઈ માધુ તેમજ મરણજનાર આ બસના ચાલક ચનાભાઈ ટપુભાઈ બાંભણીયા હતા. અન્ય એક ટ્રાવેલ્સની બસ નં. જીજે-01-બીવી-86 માં આરોપી ક્લિનર દીનેશભાઈ અમુભાઈ ઉર્ફે માલાભાઈ મેઘજીભાઈ ચાવડા તથા ચાલક તરીકે અસ્લમભાઈ તોસીફભાઈ ધાનાણી ડ્રાઈવર હતા. તેઓ દ્વારકામાં આવેલા પટેલ સમાજવાડી પાસે બહાર બસ પાર્ક કરતી વખતે આરોપી દિનેશભાઈ અમુભાઈ ચાવડાએ ટ્રાવેલ્સ બસ નં. જીજે-01-બીવી-85 ના ડ્રાઈવર મરણજનાર ચનાભાઈ ટપુભાઈ બાંભણીયા સાથે ટ્રાવેલ્સ બસ પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં આરોપીએ ઉશ્કેરાઈ જઈને પોતાની ટ્રાવેલ્સ બસમાં જઈને તેમાંથી લાકડી લઈ આવી, ચનાભાઈને લાકડીના આડેધડ જીવલેણ ઘા ફટકારી દેતા તેમને જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

જે સંદર્ભે હત્યા સંદર્ભ અંગે દીપકભાઈ જગજીવનભાઈ માધુ દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી. કલમ 302,201, તથા – જી.પી. એકટની કલમ – 135(1) મુજબનો ગુનો નોંઘ્યો હતો.

આ પ્રકરણમાં આરોપી ક્લિનર દિનેશભાઈ અમુભાઈ ચાવડા સામે આરોપી સામે પુરતો પુરાવો હોય, તપાસનીસ પીઆઈ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. આ કેસ દ્વારકાની એડી. સેસન્સ કોર્ટમાં ચાલી જતા પ્રોસીક્યુશન તરફથી 16 સાહેદોની કરવામાં આવેલી તપાસ તેમજ ફરીયાદીની અને મેડીકલ ઓફીસરની જુબાની તેમજ એફ.એસ.એલ. કચેરીના મુદામાલ પૃથક્કરણના અહેવાલ અન્વયે મદદનીશ જિલ્લા સરકારી વકીલ અમિતભાઈ વ્યાસની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી, દ્વારકાના એડી. સેસન્સ કોર્ટના જજ કે.જે. મોદી દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવી, 10 વર્ષની સખત કેદની – સજા અને રૂા.10 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular