જામજોધુપર તાલુકાના મોટી ગોપથી ભાણવડ તરફ જતાં રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ એકલવાયા જીવનથી કંટાળી યુવાને ઝંપલાવી આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોરઝર ગામમાં રહેતો દિપકભાઇ ઉર્ફે ભદો દેવાભાઇ સોંદરવા (ઉ.વ.45) નામના મજૂરી કામ કરતો યુવાન એકલવાયા જીવનથી કંટાળીને મંગળવારે સાંજના સમયે મોટી ગોપથી ભાણવડ તરફના રેલવે ટે્રક પરથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ત્યારબાદ રાહુલભાઇ બગડા દ્વારા જાણ કરાતા હેકો આર.કે. કંડોરીયા તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.