જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓ દ્વારા તેઓની મુખ્ય ચાર માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમાં આજે કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
મળતી વિતગ મુજબ, જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓની મુખ્ય ચાર માંગણીઓ ઘણા સમયથી સ્વીકારવામાં આવી નથી રહી. આ માંગણીઓના પ્રશ્ર્ને આજે જિલ્લા પંચાયતના કર્મચારીઓ દ્વારા તેઓની મુખ્ય માંગણીઓ સંદર્ભે વિરોધ કરી કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર હાજર રહ્યાં હતાં. જો આગામી દિવસોમાં તેઓની મુખ્ય ચાર માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 16 મી તારીખે જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ કાળા કપડા ધારણ કરી વિરોધ પ્રદર્શન કરશે. તેમજ આગામી તા.23 ના રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જિલ્લા પંચાયતના કર્મચારીઓ આંદોલન કરી સરકારમાં રજૂઆત કરી તેઓની માંગણીઓ પ્રશ્ર્ને વિરોધ પ્રદર્શન કરશે તેવી ચિમકી આપી હતી.