જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં પ્રૌઢાના ઘરનો વાયર પાડોશી શખ્સે કાપી નાખતા વાયર કાપવાની ના પાડતા શખ્સે ઉશ્કેરાઇને ધોકા વડે માર મારી તોડફોડ કરી પ્રૌઢના દિકરા અને પુત્રવધૂને પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના શંકરકટેકરીમાં આવેલા બારોટફળી વિસ્તારમાં રહેતા જશુબેન મહેન્દ્રસિંહ ચાન્દ્રા (ઉ.વ.58) નામના પ્રૌઢાની બાજુમાં રહેતાં કમલેશ મોહનદાસ નિમાવત નામના શખ્સે પ્રૌઢાના ઘરનો વીજળીનો વાયર કાપી નાખ્યો હતો. જેથી પ્રૌઢાએ ના પાડતા કમલેશે અવાર-નવાર આ બાબતે ઝઘડો કરી ઘર ખાલી કરવાની ધમકી આપી હતી અને પ્રૌઢાને ધોકા વડે માર મારી બાઈકમાં તોડફોડ કર્યુ હતું તેમજ પ્રૌઢાના પુત્ર અને પુત્રવધૂને મારી નાખવાની ધમકી પણ આપી હતી. પાડોશી શખ્સના અસહ્ય ત્રાસથી કંટાળીને જશુબેને પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે એેએસઆઈ ડી.જે. જોશી તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.