દ્વારકા ગામમાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા યુવક સાથે બાઈક અથડવાની બાબતે બે શખ્સોએ ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા દેવરાજભા બબાભા માણેક નામના 20 વર્ષના યુવાન સાથે ભથાણ ચોક વિસ્તારમાં મોટરસાયકલ અથડાવા બાબતે બોલાચાલી કરી, બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યાની તથા હાથમાં પહેરેલા કડા વડે ઈજાઓ પહોંચાડવા સબબ જી.જે. 10 એચ. 4309 નંબરના મોટરસાયકલ ચાલક તથા તેની પાછળ બેઠેલા અજાણ્યા શખ્સ સામે દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.