આનંદ સાથે સ્વસ્થતા, ધ્વની અને હવા પ્રદુષણ-મુક્ત આવાગમન અને પર્યાવરણ સુરક્ષાના ઉદ્દેશ સાથે જામનગરમાં રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગર દ્વારા સાયક્લોફ્ન-2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બિન-સ્પર્ધાત્મક ફન ઇવેન્ટ માં 5, 10, 25, 50 અને 100 કિલોમીટર એમ કુલ પાંચ કેટેગરી માટે કુલ 1100 જેટલા લોકો ખુબ જોષ, ઉત્સાહ અને રોમાંચ સાથે ફન-સાયક્લીંગ માટે જોડાયા હતાં.
જામનગર જીલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી સવારે 5 થી 8 કલાક દરમ્યાન કેટેગરી પ્રમાણે સાયકલીસ્ટો ને ફ્લેગ ઓફ આપી ઇવેન્ટ ની શરૂઆત કરવામાં આવી હતી. જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા 25 કીલોમીટર, એર કોમોડોર પુનિત વિગ, એર ફોર્સ દ્વારા 50 કીલોમીટર, કર્નલબિંદુ નાયર, કમાન્ડિંગ ઓફિસર, મિલિટરી હોસ્પિટલ, ભારતીય આર્મી દ્વારા 100 કિલોમીટર તેમજ રોટરી ક્લબ ના આસિસ્ટન્ટ ગવર્નર નિશિત શાહ તેમજ અન્ય આગેવાનો / સ્પોન્સોર્સ / છોટીકાશી ના સભ્યો દ્વારા સાયકલીસ્ટોને ફ્લેગ-ઓફ આપવામાં આવ્યું હતું.
આ ઇવેન્ટ માં 5 વર્ષ ના બાળક થી લઈને 82 વર્ષ ના વૃદ્ધ સુધી તમામ ભાઈઓ તેમજ બેહનો એ અલગ-અલગ કેટેગરી માં સાયકલિંગ કરીને સમાજને સ્વસ્થતા તથા પ્રાયાવરણ જાગૃતિ નો સંદેશ પહોચાડેલ છે. ખાસ કરીને 100 કિલોમીટર ની કેટેગરી માં સૌથી નાની ઉમર 9 વર્ષ ના જૈવલ સંદીપ પતિરાએ સંપૂર્ણ રાઈડ પૂર્ણ કરી સમાજ ને એક નવો જ સંદેશ આવ્યો હતો.
જામનગર જિલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ દ્વારા ઇવેન્ટ માટે પોલીસ ગ્રાઉન્ડ તેમજ રસ્તા ઉપર ની સુરક્ષા તથા ટ્રાફિક આયોજન અને નિયંત્રણ કરવામાં વ્યવસ્થા વિગેરે ખુબજ સુંદર સાથ અને સહકાર મળ્યો હતો.
સાથે સાથે જામનગરની નામાંકિત જામનગર સાયકલિંગ ક્લબ દ્વારા આયોજન તથા રૂટ વ્યવસ્થા જાળવણીમાં સહકાર મળ્યો હતો.
કેટેગરી પ્રમાણે સાયકલીંગ પૂર્ણ કરનાર સાયકલીસ્ટો ને મેડલ, ઈ-સર્ટીફીકેટ અને અલગ અલગ પ્રકાર ના લકી- ડ્રો દ્વારા 15 સાયકલ ના ઈનામ થી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
આ ઇવેન્ટના આયોજન માટે ક્લબના પ્રમુખ રો. અશોકભાઈ દોમડીયા, સેક્રેટરી રો. કેવલભાઈ મોમૈયા, ઇવેન્ટ ચેર રો. જયેશ પતિરા, કો-ચેર રો. વત્સલ ખીમશીયા, રો. જસ્મીન પટેલ, રો. હમીર ઓડેદરા, રો. પરીન ગોકાણી, રો. સંદીપ ગણાત્રા અને અન્ય ક્લબ મેમ્બરો દ્વારા જહેમત ઉઠાવી હતી.