Saturday, December 28, 2024
Homeરાજ્યભાણવડ પાસેના બરડા ડુંગરના કાનમેરા પર્વતમાં આગ

ભાણવડ પાસેના બરડા ડુંગરના કાનમેરા પર્વતમાં આગ

- Advertisement -

ભાણવડ નજીક ઐતિહાસિક બરડા ડુંગરના કાનમેરા ખાતે એકાએક ગત રાત્રિના આગ ફાટી નિકળતા દોડધામ મચી ગઈ હતી જો કે આગથી કોઇ નુકસાન થયું નથી. વન વિભાાગ સહિત સ્થાનિકો અને ફાયર ફાઇટર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઇ આગને કાબુમાં લીધી હતી.

- Advertisement -

ભાણવડ પોરબંદર હાઈ-વે માર્ગ ઉપર બરડા ડુંગરની ગોદમાં રાણપર ગામ નજીક કાનમેરા પર્વત આવ્યો છે. ત્યાં રાત્રિન સમયે આગ ફાટી નિકળી હતી. આગના લબકારાની જાણ થતા રાણાવાવ તેમજ ભાણવડ થી વન વિભાગ કાનમેરા પર્વત ખાતે પહોંચ્યું હતું. વન વિભાગે આગને કાબુમાં લેવા માટે સ્થાનિક ભાણવડ તેમજ ખંભાલિયાથી ફાયર ફાઇટર મંગાવ્યા હતાં. ફાયર ફાઈટર સહિત વન વિભાગ અને સ્થાનિકોએ પાણીનો સતત મારો ચલાવીને મહા મહેનતે આગને સંપૂર્ણ કાબુમાં લીધી હતી.

- Advertisement -

જો કે, જાનહાની તેમજ અન્ય કોઇ નુકસાન થયું ન હતું. એમ વન વિભાાગે જણાવ્યું હતું. બનાવની જાણ થતા ડીસીએફ અરૂણકુમાર સહિત ટીડીઓ બેડીયાવદરા, તેમજ આર એફ ઓફ દિનેશભાઈ સોલંકી, સામતભાઈ ભમર સહિત દોડી ગયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular