‘વર્લ્ડ કેન્સર ડે’ નિમિત્તે જામનગર જિલ્લા જેલ ખાતે કેન્સર જેવા ગંભીર રોગ અંગે જેલના અધિકારીઓ, કર્મચારીઓ અને બંદીવાન ભાઇઓમાં જાગૃતતા અંગે અંકુશ કેન્સર હોસ્પિટલ દ્વારા જિલ્લા જેલ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો હતો.
આ તકે સંકુશ હોસ્પિટલ જામનગરના ડોકટર તથા તેઓની ટીમ દ્વારા જેલના અધિકારી, કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઇઓનું હેલ્થ સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું. તેમ ઇન્ચાર્જ અધિક્ષક એમ.એન. જાડેજાની યાદીમાં જણાવાયું છે.