Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરVideo : કાલાવડ નજીક એન્જલ સ્પિનીંગ મિલમાં ભિષણ આગ

Video : કાલાવડ નજીક એન્જલ સ્પિનીંગ મિલમાં ભિષણ આગ

કાલાવડ-રાજકોટ-જામનગર અને ધ્રોલની ફાયરની ટીમો દ્વારા આગને કાબુમાં લેવા કાર્યવાહી : અંદાજિત 14 કલાક બાદ આગને કાબુમાં લેવાઇ

- Advertisement -

કાલાવડ નજીક આવેલ સ્પિનીંગ મિલમાં અકસ્માતે આગ લાગતાં ફાયર વિભાગની 30થી વધુ ગાડીઓ દ્વારા મહામહેનતે આગને કાબુમાં લેવામાં આવી હતી. આગને કારણે કારખાનામાં રહેલ કપાસના રૂ સહિતનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કાલાવડના રણુજા હાઇવે પર આવેલી એન્જલ સ્પિનીંગ મીલમાં શનિવારે રાત્રીના સમયે આગ લાગી હતી. આ મીલના ગોડાઉનમાં મોટી સંખ્યામાં કપાસની ગાંસડીઓ પડી હોય, જોત-જોતામાં આગે વિકરાણ સ્વરુપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભિષણ હતી કે, દૂર-દૂર સુધી આગના ધુમાડાના ગોટા જોવા મળ્યા હતાં. આ બનાવની જાણ થતાં સૌપ્રથમ કાલાવડ ફાયર બ્રિગેટની ટીમ ઘટના સ્થળે દોડી જઇ આગને કાબુમાં લેવા પ્રયાસ શરુ કર્યા હતાં. પરંતુ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લેતાં જામનગર અને રાજકોટ, ધ્રોલ સહિતની ફાયર વિભાગની ટીમો દોડી ગઇ હતી અને 30થી વધુ ગાડીનું ફાયરીંગ કરાયા બાદ અંદાજિત 14 કલાક બાદ આગ કાબુમાં આવી હતી.

- Advertisement -

આગ કાબુમાં આવ્યા બાદ ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. રાત્રીના સમયે આગ લાગી હોય, મિલમાં કામકાજ બંધ હોવાના કારણે મોટી જાનહાની થઇ ન હતી. પરંતુ મીલમાં ગોડાઉનમાં રહેલ કપાસનો જથ્થો ખાખ થઇ ગયો હતો. આ ભિષણ આગને ઓલવવાની કામગીરીમાં જામનગર, રાજકોટ અને કાલાવડ સહિતના ફાયરના જવાનો કામે લાગ્યા હતાં. તેમજ મીલના હાઇડ્રોલિક વાલ્વ, બાજુમાં આવેલ કૂવા સહિતના સ્થળો પરથી પાણી ભરી આગને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular