Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરશહેર-જિલ્લામાં પાંચ સ્થળોએ પોલીસના દરોડા

શહેર-જિલ્લામાં પાંચ સ્થળોએ પોલીસના દરોડા

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા 4 શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન 16,400ની રોકડ સાથે ઝડપી લીધા હતા. કાલાવડ ગામમાંથી વર્લીના આંકડા લખતા શખસને રૂ. 7200ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જામનગરના શંકરટેકરી માંથી તીનપતીનો જુગાર રમતા મહિલા સહિત 3 શખ્સોને 6300ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જામનગરના દરેડ ગામમાંથી તીનપતી રમતા 3 શખસોને રૂા. 5,410ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જામનગરમાં મયુર નગર આમ્બે આવાસમાંથી 6 શખ્સોને પ430ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના દરેડ ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પંચકોશી બી ડિવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન સંજીત રાજેશ્ર્વર પટેલ, વિલાસ સંદેશ મહતો, રંજન રમેશપ્રસાદ મહંતો, રાજેશ બાલેશ્ર્વર ગુપ્તા નામના 4 શખ્સોને રૂા. 16400ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી.

બીજો દરોડો કાલાવડ ગામમાં પેટ્રોલ પંપ પાસેજ ાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતાં ધીરૂ જેન્તી પાટડીયા નામના શખ્સને સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન રૂા. ર200 ની રોકડ અને પાંચ હજારના મોબાઇલ સહિત કુલ રૂા. 7ર00ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગર શહેરમાં શંકરટેકરી સુભષપરામાં જુગાર રમતા સ્થળેથી સીટી સી ડિવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન વિનોદ ભુરા કંબોયા, પરેશ વિનુ રાઠોડ અને મહિલા સહિત 3 શખસોને રૂા. 6300ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લીધા હતા.

ચોથો દરોડો જામનગર તાલુકાના દરેડ ગામમાંથી પંચ બી પોલીસે રેઇડ દરમ્યાન મુન્ના રામાનંદ વર્મા, સુરજીત મદન મહંતો, વિનય ઉજેશ્ર્વર પ્રસાદ વર્મા નામના ત્રણ શખસોને રૂા. 5410ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લીધા હતા.
પાંચમો દરોડો જામનગર શહેરમાં મયુરનગર વામ્બે આવાસ વિસ્તારમાંથી તીનપતીનો જુગાર રમતાં અબ્દુલ ખમીશા બાબવાણી,જાવેદ જુનેશ સુંભાણિયા, માલુ દેવા સંધિયા, અમરસિંહ કમા પરમાર, આમદ ઉર્ફે ડાડા ઓસમાણ ખફી અને હાસમ વલીમામદ ખીરા નામના 6 શખસોને સીટી સી ડિવીઝન પોલીસ સ્ટાફે રૂા. 5430ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular