જામનગર શહેરમાં એરફોર્સ નજીક આવેલા બાલાજી પાર્કમાં રહેતા યુવાનને બિમારી સબબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આઅંગેની વિગત મુજબ જામનગર શહેરના એરર્ફોસ પાસે આવેલા બાલાજી પાર્કમાં રહેતો અને નોકરી કરતો રવિન્દ્રસિંહ માનસંગજી જેઠવા ઉ.વર્ષ 35 નામના યુવાનને ગુરૂવારે બે શુધ્ધ હાલતમાં જી.જી.માં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું સારવાર કારગત નીવડે તે પહેલાં મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતાં હે.કો. એમ.આર.ડાંગર તથા સ્ટાફે હોસ્ટિપલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.