Tuesday, December 31, 2024
Homeરાજ્યજામનગરવહેલી સવારે ધુમ્મસના અદ્ભૂત દ્રશ્યો દેખાયા...VIDEO

વહેલી સવારે ધુમ્મસના અદ્ભૂત દ્રશ્યો દેખાયા…VIDEO

- Advertisement -

ઠંડીના દિવસોમાં તાપમાન ઉંચા અક્ષાંશે વધુ નીચું હોવાથી એ બધા જ સ્થળોએ ટાઢ વધ હોય આવા સંજોગોમાં પાણીની વરાળના સુક્ષ્મ બિંદુઓ વાયુના કણમાં બાજી જતાં ધુમ્મસ સર્જાય છે. આમ આજે જામનગરમાં પણ વહેલી સવારના ગાઢ ધુમ્મસના દ્રશ્યો જોવા મળતા હતા. શિયાળાની સવારમાં વાતાવરણમાં સફેદ ઘટ, વાદળો જોવા મળે છે. આ વાદળીયા વાતાવરણને ધુમ્મસ કહે છે. હવે શિયાળાની ઋતુ જયારે બાય-બાય કહેવાના સમયમાં છે ત્યારે જામનગરમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને ધુમ્મસનો નઝારો જોવા મળ્યો હતો. ધુમ્મસના દ્રશ્યો જોવામાં અદભૂત લાગે છે. ધુમ્મસના કારણે વિઝિબિલીટી ઓછો થવાથી અકસ્માતના બનાવો પણ બહુ બનતા જોવા મળે છે. આવા સમયમાં વાહનો એ પોતાની ગતિને સામાન્ય રાખીને મુસાફરી કરવી જોઇએ. આમ, જામનગર રોડ પર આપણે જોઇ શકીએ છીએ કે ગાઢ ધુમ્મસના કારણે દુરના વાહનો જોઇ શકતા નથી અને આ ધુમ્મસના દ્રશ્યો જાણે પ્રાકૃતિની સુંદરતાને નિખારી રહયા હોય તેવા મનમોહક લાગી રહયા છે. ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી ઊતરી આવેલી ઝાંકળથી હાઈવે પરના વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં પણ ધુમ્મસના કારણે પાણીની આછી ચાદર સર્વત્ર છવાઈ ગઈ હતી. ધુમ્મસના પગલે સવારે ઠંડી તેમજ બપોરના સમયે ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular