જામનગર તાલુકાના ધુવાંવ ગામે ધીંગેશ્વર મહાદેવ મંદિર સામે રહેતા વૃધ્ધા રાત્રિના સમયે તેણીના ઘરે હતા તે દરમ્યાન એકા-એક પડી જતા બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યું હતું.
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં ધીંગેશ્વર મહાદેવ મંદિરની સામે રહેતા ઉજીબેન ભવાનભાઇ સોનગરા (ઉ.વ.60) નામના વૃધ્ધા ગત તા.23ના રોજ રાત્રિના સમયે તેમના ઘરે હતા તે દરમ્યાન એકા-એક માથુ પકડીને નીચે પડી જતાં બેશુધ્ધ થઇ ગયા હતાં. ત્યારબાદ વૃધ્ધાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં ફરજપરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર હેમંતભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. બી.એચ.લાંબરિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.