લાલપુર તાલુકાના ગલ્લા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતી મહિલાના પતિએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પતિના વિયોગમાં પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના ગલ્લા ગામની સીમમાં આવેલા વાડી-વિસ્તારમાં ખેતમજૂરી કરતા હીરેનભાઇ સાડમિયા નામના યુવાને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પતિના વિયોગમાં પત્નીને મનમાં લાગી આવતા શીતલબેન હીરેનભાઇ સાડમિયા (ઉ.વ.30) નામની મહિલાએ ગત તા.18ના રોજ મધ્યરાત્રિના સમયે તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બનાવની અમિતભાઇ દ્વારા જાણ કરાતા એ.એસ.આઇ. કે.કે.ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.