કાલાવડ ગામમાં શિતલા કોલોની વિસ્તારમાં રહેતા અપરણિત યુવાનના માતા-પિતા હૈયાત ન હોવાથી એકલવાયા જીવનથી કંટાળીને તેના ઘરે દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના લક્ષ્મીપુર ગામના વતની અને કાલાવડની શીતલા કોલોનીમાં રહેતો સુનિલભાઇ ભગવાનદાસ સહાની ઉ.વર્ષ 41 નામનો મિસ્ત્રી કામ કરતોઅપરણિત યુવાન તેના માતા-પિતા હૈયાત ન હોય અને લગ્ન થયા ન હોવાથી એકલવાયી જિંદગીથી કંટાળીને ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે રૂમમાં પંખા સાથે દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં રફીકશા શાહમદાર દ્વારા કજાણ કરવામાં આવી હતી. જેના આધારે હે.કો. વી.ડી. ઝાપડિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.