Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારધ્રોલ ડેપો મેનેજર અને ધ્રોલ ડેપોના ડ્રાઇવરને સસ્પેન્ડ કરાતા ફફડાટ

ધ્રોલ ડેપો મેનેજર અને ધ્રોલ ડેપોના ડ્રાઇવરને સસ્પેન્ડ કરાતા ફફડાટ

જામનગર વિભાગીય નિયામક દ્વારા ધ્રોલ ડેપોની બસમાં અનેક ક્ષતિઓ હોવા છતાં દૂર ન કરાતા ડેપો મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. તેમજ ઉના-રાજકોટ રૂટની બસમાં ચેકીંગ દરમ્યાન ડ્રાઇવરની કેબીનમાંથી ઇંગ્લીશ દારૂની બે બોટલ મળી આવતા ધ્રોલ ડેપોના ડ્રાઇવરને સસ્પેન્ડ કરવાના આકરા પગલા લીધા હતાં. આ અંગેની વિગત મુજબ જામનગર વિભાગીય નિયામક દ્વારા ધ્રોલ ડેપોની બસમાં એકપણ મીટર કામ કરતા ન હતા અને સીટો ફાટેલી તથા નીચે પડી ગયેલી હતી. આવી ક્ષતિઓ હોવા છતાં ધ્રોલ ડેપો મેનેજર દ્વારા બસની આ ક્ષતિઓ દૂર કરવામાં ન આવતા નિયામક બી.સી.જાડેજા દ્વારા ધ્રોલ ડેપો મેનેજર રફીક એ. શેખને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવતા કર્મચારીગણમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

- Advertisement -

તેમજ ધ્રોલ ડેપોની ઉના-રાજકોટ રૂટની બસમાં જૂનાગઢ વિજિલન્સ ટીમ દ્વારા વેરાવળ નજીક સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા આ બસના ડ્રાઇવરની કેબીનમાંથી ઇંગ્લીશ દારૂની બે બોટલ મળી આવતા વિજીલન્સે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ડ્રાઇવર દ્વારા દારૂની હેર-ફેરમાં નોંધાયેલી ફરિયાદના આધારે વિભાગીય નિયામક બી.સી.જાડેજાએ ધ્રોલ ડેપોના ડ્રાઇવર સુરેશભાઇ બી. ચુડાસમા બેચ નં.1421 સામે ખાતાકીય તપાસ દરમ્યાન ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular