જામનગરમાં લેન્ડ ગ્રેબીંગ કેસમાં બેડીના સાયચા જૂથના ધરપકડ પામીને જેલમાં ગયેલા બીજા આરોપીઓ મુકેલ રેગ્યુલર જામીન અરજી એડી. સેશન્સ કોર્ટે રદ્દ ફરમાવી છે.
બેડી બંદર રોડ પર સરકારી રેવન્યુ નંબર 40 પૈકીની જગ્યામાં લેન્ડ ગ્રેબીંગ અંગે અન્ય ગુનામાં જેલમાં ગયેલા રજાક સાયચા સામે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધાયો હતો. જે બાદ તંત્રએ આરોપીનું મનાતુ બે માળનું મોટુ મકાન તા.30 ડિસેમ્બરના રોજ કાનૂની કાર્યવાહી બાદ તોડવાની કામગીરી કરી હતી. જે બાદ સરકારી તંત્ર દ્વારા રજાકના ભાઇ હનીફ નુરમામદ સાયચા સામે પણ આ મામલે સીટી બી ડિવિઝન પોલીસે તેની તા.16ના રોજ ધરપકડ કરી હતી અને તા.17 ડિસેમ્બરના રોજ હનીફ સાયચા જેલ હવાલે થયો હતો. જે બાદ તેણે રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટમાં મૂકી હતી. જેની સુનાવણી દરમ્યાન આ કેસમાં મદદનીશ જિલ્લા સરકારી વકીલ પિયુષ જે. પરમાર દ્વારા સખત વાંધા રજૂ કરવામાં આવ્યા હતાં. તેઓએ અદાલતને રજૂઆત કરી હતી કે તંત્રની તપાસ સમયે આરોપી હનીફ સાયચા દ્વારા કોઇ જાતનું રેકર્ડ કે દસ્તાવેજો અધિકારીઓ સમક્ષ રજૂ કરાયા નથી. તપાસ દરમ્યાન સહઆરોપીના પત્નીએ જણાવ્યું છે કે સવાલ વાળી જગ્યા એવા મકાનમાં જામીન અરજીના અરજદારોના પરિવાર પણ સાથે રહે છે. અદાલતે બન્ને પક્ષોની રજૂઆતો બાદ આરોપી જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.