અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ જામનગર સહિત સમગ્ર દેશભરમાં ઉમંગ-ઉત્સાહનો માહોલ છવાયો છે અને ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. તો બીજીતરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આજે બપોરે 2:30 વાગ્યા સુધી રજા જાહેર કરવામાં આવી છે. તો બીજીતરફ જામનગર શહેરના વિવિધ વેપારી મંડળો, એસોસિએશનો દ્વારા પણ આજે વેપારીઓને સ્વયંભૂ બંધ પાડવા અપીલ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ જામનગર શહેરની વિવિધ બજારોમાં વેપારીઓએ પણ બંધ પાડયો છે. જામનગર શહેરની ગ્રેઇન માર્કેટમાં સંપૂર્ણપણે બંધનો માહોલ જોવા મળ્યો હતો. રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર આજે સવારથી જ બંધ રાખવામાં આવ્યા હતાં અને વેપારીઓ પણ આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં જોડાયા હતાં.