Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારનાગેશ્વર મંદિરના પૂજારી દંપતી પરિવારને મંદિર છોડીને જવા મારી નાખવાની ધમકી

નાગેશ્વર મંદિરના પૂજારી દંપતી પરિવારને મંદિર છોડીને જવા મારી નાખવાની ધમકી

છ મહિલા સહિત પંદર શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ: મંદિરમાં સેવા-પુજાના વારા માટે માથાકૂટ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

દ્વારકા નજીક આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે રહેતા એક પૂજારી દંપતીના ઘરમાં ઘુસીને આ જ વિસ્તારમાં રહેતા 6 મહિલાઓ સહિત 15 શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા તાલુકાના મીઠાપુર નજીક આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં રહેતા અને સેવા પૂજાના વ્યવસાય સાથે સંકળાયેલા જ્યોત્સનાબેન ગિરધરભારથી ગોસ્વામી નામના 51 વર્ષના બાવાજી મહિલા ગઈકાલે તેમના ઘરે હતા, ત્યારે હેમાબેન હસમુખભારથી ગોસ્વામી, દક્ષાબેન અશોકભારથી ઉર્ફે મધુભારથી ગોસ્વામી, મીનાબેન દિનેશભારથી ગોસ્વામી, અલ્પાબેન પરેશભારથી ગોસ્વામી રિદ્ધિબેન પ્રશાંતભારથી ગોસ્વામી અને નયનાબેન જગદીશગીરી ગોસ્વામીએ ફરિયાદી જોશનાબેનને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આટલું જ નહીં, તેણીના પતિ ગિરધરભારથી ગોસ્વામીને પણ અન્ય આરોપીઓ અશોકભારથી ઉર્ફે મધુભારથી અર્જુનભારથી ગોસ્વામી, હસમુખભારથી લક્ષ્મણભારથી, પરેશભારથી કેશુભારથી, અભિષેકભારથી હસમુખભારથી, વિશાલભારથી અશોકભારથી, ઋષિભારથી સુરેશભારથી, યોગેશભારથી મનસુખભારથી, પ્રશાંતભારથી દિનેશભારથી અને ધવલભારથી મનસુખભારથી નામના શખ્સો દ્વારા તેમને તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અને “નાગેશ્વર મંદિર ખાલી કરીને ચાલ્યા જજો. નહીં તો તમામ સામાન બહાર ફેંકી દઈશું” તેવી ધમકી આપ્યાનું પોલીસમાં જાહેર થયું છે.

- Advertisement -

આમ, મંદિરમાં સેવા પૂજાનો વારો લઈ લેવા માટે આ તમામ 15 આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચીએ દંપતિ તથા તેમના આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે આઈપીસી કલમ 143, 447, 504, 506 (2) અને 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular