Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઉત્તર ભારતમાં કડકડતી ઠંડીનો કહેર

ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીનો કહેર

- Advertisement -

રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં ખૂબ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. આ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસની સ્થિતિ વચ્ચે એક એડવાઈઝરી જારી કરીને મુસાફરોને મુસાફરી કરતા પહેલા એરલાઈન્સનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.

- Advertisement -

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં આજે સવારે ગાઢ ધુમ્મસની સાથે પશ્ચિમ-ઉત્તર દિશામાંથી ઠંડા પવનો પણ ફૂંકાયા હતા. જેના કારણે આ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. આજે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી થવાને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આજે પણ દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં હાડ થીજવતી ઠંડીના કારણે, લોકો પોતાને ગરમ રાખવા માટે તાપણા પાસે બેઠેલા જોવા મળી રહ્યા છે. આજે પણ હવામાનની સ્થિતિને ખરાબ હોવાને કારણે તેમજ વિઝિબલિટી ઓછી હોવાને કારણે દિલ્હી એરપોર્ટ પરથી ઉપડતી લગભગ 30 ફ્લાઇટ્સ મોડી પડી છે અને 17 ફ્લાઇટ્સને રદ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક ટ્રેનો પણ મોડી ચાલી રહી છે.

- Advertisement -

આ સાથે સિક્કિમ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. તેમજ ઓડિશા, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને કેરળમાં પણ વરસાદની સંભાવના છે જ્યારે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહાર ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે. આ સિવાય જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, ઓડિશા, આસામ અને મેઘાલય અને નાગાલેન્ડના અલગ-અલગ વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular