Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાની મહિલાની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

ખંભાળિયાની મહિલાની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

પોલીસે કારણ જાણવા તપાસ આરંભી : અકસ્માતે કૂવામાં પટકાતા આધેડનું મોત

- Advertisement -

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતી મહિલા એ ખંભાળિયામાં અકળ કારણોસર સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામમાં રહેતાં આધેડ તેના ખેતરમાં કુવાના ભારોટ પર ચડયા હતાં ત્યારે ભારોટ તૂટી પડતા નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચવાથી મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા શીતલબા જયદતસિંહ વાઘેલા (ઉ.વ.32) નામના મહિલાએ રવિવાર તા. 14 ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે છતના પંખામાં સાડી વડે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું ખુલવા પામ્યું છે. આ અંગે ખંભાળિયાની બંગલાવાડી, શેરી નંબર 3 ખાતે રહેતા શક્તિસિંહ કનકસિંહ પરમાર એ અહીંની પોલીસને જાણ કરતા આ અંગે પીએસઆઈ આઈ.આઈ. નોયડા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજો બનાવ, કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે રહેતા અમરસંગ જાડેજા (ઉ.વ.55) નામના આધેડ ગત તા. 11 ના રોજ તેમની વાડીમાં આવેલા કુવામાં રહેલું પાણી જોવા જતા જે ભારોટ પર તેઓ ચડ્યા હતા તે ભારોટ એકા-એક તૂટી પડતા તેઓ નીચે પટકાઈ પડ્યા હતા. જેથી તેમને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular