શેરબજાર ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે અને બીએસઈ સેન્સેક્સએ પ્રથમ વખત 73000 ની સપાટી કૂદાવી દીધી છે. જ્યારે NSE ની નિફ્ટી પણ ઓલટાઈમ હાઈ સાથે 22000ની સપાટીને કૂદાવી ગઈ છે.
આજે બજારની શરૂઆતમાં જ સેન્સેક્સમાં 481.41 પોઈન્ટ એટલે કે 0.66 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ શાનદાર લીડ સાથે સેન્સેક્સ 73,049 ની સપાટી પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 158.60 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. જે 0.72 ટકાની જોરદાર તેજી સાથે 22,053 ની સપાટી પર ખુલી હતી. માહિતી અનુસાર પ્રી ઓપનિંગ સેશનમાં તો સેન્સેક્સ 504.21 પોઇન્ટ ઉછળીને 73072 ના ઐતિહાસિક લેવલને સ્પર્શી ગયો હતો અને નિફ્ટી 196.90 પોઈન્ટ ઉછળી 22091 ના લેવલ પર પહોંચી હતી.