Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરની જોહુકમી અને તાનાશાહીથી ઈજનેરોમા રોષ

જામનગરમાં પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરની જોહુકમી અને તાનાશાહીથી ઈજનેરોમા રોષ

ઈજનેરો દ્વારા આવેદનપત્ર પાઠવાયું : સમસ્યા અંગે તાકીદે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચિમકી

- Advertisement -

જામનગર જીઈબી એન્જીનિયર એસોસિએશન દ્વારા જામનગર પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરની જોહુકમી અને તાનાશાહીથી રોષની લાગણી છવાઈ છે અને આ તાનાશાહી સામે મોરચો માંડી આવેદનપત્ર પાઠવ્યું હતું. વારંવાર ચેકિંગની કામગીરી તેમજ સાત ઈજનેરોની આડેધડ બદલી તેમજ એક ઈજનેરને મહિનામાં ત્રણ-ત્રણ કારણદર્શક નોટિસ ફટકારવા સહિતના મુદ્દે વિરોધપ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવા્યું હતું તેમજ આ અંગે તાકીદે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ છે. તાજેતરમાં નાયબ ઈજનેરોની બદલીમાં અધિક્ષક ઈજનેર દ્વારા પોતાની મનમાની મુજબ નિર્ણયો લેવામાં આવ્યા હોવાથી ઈજનેરોમા અંસતોષ થયેલ છે. બે દિવસ અગાઉ નાયબ ઇજનેરોની બદલી પણ મન મરજી મુજબ કરવામાં આવેલી છે. તથા યોગ્યતા ન હોવા છતાં અને જામનગર તથા દ્વારકા જિલ્લાના અધિકારીઓના વિરોધ નોંધાવ્યા છતાં પણ મન મરજી મુજબ અમુક ઇજનેરોની જામનગર શહેરમાં સારી જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે. જેના વિરોધમાં બધા ઇજનેરોએ સાથે મળીને આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરી હતી.વિજ કંપનીની પેટાવિભાગીય કચેરીમાં ફરજ બજાવતા ઈજનરોને ફરજીયાતપણે દરરોજ વીજચેકિંગમાં મોકલવામાં આવે છે, જેથી કચેરીના કામો સમયસર થઈ શકતા નથી, તેથી ઈજનેરો અને ગ્રાહકો તથા કચેરીએ આવતા અરજદારો વચ્ચે ઘર્ષણ થાય છે. વીજ ચેકિંગ આપવામાં આવતા ટાર્ગેટમાં ઇજનેરો ફરજિયાત કેસો પકડવા માટે સતત ફિલ્ડમાં ફરતા રહે છે, અને જેના કારણે કચેરીના રૂટિન કામકાજો પણ સમયસર કરી શકતા નથી, અને કચેરીએ આવતા અરજદારો અને ગ્રાહકો ના કામમાં થતા વિલંબના કારણે બિનજરૂરી રીતે અસંતોષ અને સંઘર્ષ ઉભો થાય છે. જેનો સામનો ફિલ્ડ લેવલે આ અધિકારીઓને કરવો પડે છે. કેટલાક કિસ્સાઓમાં તાજેતરમાં વીજ ચેકિંગ દરમિયાન ઘણા બધા હુમલાઓ પણ ઈજનેરોની ઉપર થયેલા છે, તેમ છતાં પણ જોહુકમી કરીને વીજ ચેકિંગ કરી ફરજિયાત કેસો પકડવાના આદેશ આપવામાં આવે છે. અધિક્ષક ઈજનેર દ્વારા શિષ્ટભંગની કાર્યવાહી કરવાનુ સતત કહેવામાં આવતા ઈજનેરો માનસિક ત્રાસ અનુભવે છે ઇજનેરોને ફિલ્ડ લેવલની કોઈપણ નાની મોટી ક્ષતિને મોટું સ્વરૂપ આપીને તેમની ઉપર અધિક્ષક ઈજનેર દ્વારા જોહુંકમી કરવાના હેતુથી અને પોતાના તગલખી નિર્ણયો થોપી બેસાડવા માટે ઇજનેરોને શિષ્ટ ભંગની કાર્યવાહી કરી માનસિક ત્રાસ આપવાનો પણ જામનગર-દ્વારકા જિલ્લાના ઇજનેરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જે મામલે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ઇજનેરો દ્વારા આંદોલનની ચીમકી અપાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular