Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરમહેશ્વરી મેઘવાર સમાજનો 21મો સમૂહ લગ્નોત્સવ

મહેશ્વરી મેઘવાર સમાજનો 21મો સમૂહ લગ્નોત્સવ

- Advertisement -

સમસ્ત મહેશ્વરી મેઘવાર સમૂહલગ્ન સમિતિ જામગનર દ્વારા જ્ઞાતિજનોના સાથ સહકાર થી સતત છેલ્લાં 20 વર્ષથી સમૂહલગ્નનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે.

- Advertisement -

મહેશ્વરી મેઘવાર સમાજમાં છેલ્લાં 20 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે 21 મો સમૂહલગ્નોત્સવ (ક્ધયા વણંઝ) તા.15 ના રોજ વસંત પરિવારની વાડી, હોટલ વિશાલ ઈન્ટરનેશનલ સામે, મેહુલ સિનેમેકસ પાસે, જામનગરમાં યોજેલ છે. જેમાં કુલ 19 નવંદપંતીઓ પ્રભુતામાં પગલાં માંડવાના છે. જેમાં વિવિધ માંગલિક પ્રસંગો ગણેશ સ્થાપન/મંડપ મુહૂર્ત સવારે 09:45 કલાકે, ભોજન સમારંભ બપોરે 2 થી 5, હસ્તે મેળાપ રાત્રે 06:30 કલાકે દાતાઓનું સન્માન સમારંભ સાંજે 04 કલાકે, સંગીતા સંધ્યા રાત્રે 08 કલાકે સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે.

સમૂહલગ્નોત્સવમાં ભોજન સમારંભનો સહયોગ આનંદભાઈ એરડિયા, નાબય મામલતદાર તથા વિજયભાઈ એરડિયા તરફથી મળેલ છે. સમૂહલગ્નોત્સવમાં સંગીત સંધ્યાના કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મના કલાકારો ગીરીશ ડાભી – જુનિયાર નરેશ કનોડિયા, અલ્કા ચૌહાણ ગુજરાતી ફિલ્મના હિરોઇન, વિજય ધવલ, જુનિયર ઠાકરો, રીયા બારોટ, ગુજરાતી ફિલ્મની હિરોઇન, તેમની કલાથી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરશે.

- Advertisement -

સમૂહલગ્નોત્સવમાં મહેશ્વરી સંપ્રદાયના મહાનુભાવો, અગ્રણીઓ, મહારાજઓ, ધર્મગુરૂઓ, દાતાઓ ઉપસ્થિત રહી સમૂહલગ્નમાં ભાગ લેનાર 19 નવદંપતીઓને તેમનું લગ્નજીવન સખુમય નિવડે તે માટે શુભેચ્છા પાઠવશે.

આ સમૂહ લગ્નોત્સવમાં જુદા જુદા દાતાઓ તરફથી ડબલ બેડ પેટી પલંગ, ગાદલા, ઓશીકા, કબાટ, મીક્ષર, સુટકેશ, ગેસ સ્ટવ, બાથરૂમ સેટ, ખુરશી નંગ2, એલઈડી ટયુબટલાઈટ નંગ 2, રસોડામાં ઉપયોગી આશરે 50 નંગ ઠાક-વાસણ, મંડપ મુહુર્ત તથા લગ્ન વિધિના તમામ સામગ્રી, સોનાના નાકના દાણા, ચાંદીની બીછીયા, પેન ડ્રાઈવ ચાની કીટલી, તાંબાની હેલ, કાંસાની થાળી, પીતળનો કળશિયો, કાંસાની વાટકી, ટીફિન સ્ટીલનું, તપેલી, બરણી, સ્ટીલના ત્રાસ, સ્ટીલની ડોલ, પ્લાસ્ટિક જગ સહિતની બહોળીસંખ્યામાં આશરે 150 નંગ જેટલી ચીજવસ્તુઓ 19 ક્ધ્યાઓને કરિયાવર પેટે આપવામાં આવનાર છે.

- Advertisement -

સમૂહલગ્ન સફળ થાય તે માટે સમિતિના હોદ્ેદારો સુરેશભાઈ કે. માતંગ, જયંત વારસાખીયા (એડવોકેટ), માધવભાઈ ડગરા, દિપુભાઈ પારીયા (માજી કોર્પો.), કિશનભાઈ નંજાર, વિરજીભાઈ ડી. રોશીયા, લાખાભાઈ એમ.ફફલ, રાજેશભાઈ જાદવ, વિજય કે. નંઝાર, બિપીનભાઈ ધુલિયા, કેશુભાઈ જે. પરમાર, તુષારભાઈ આર. માતંગ, ભાટિયા તથા જ્ઞાતિજનો મારાજઓ, ધર્મગુરૂઓ, ટ્રસ્ટો યુવક મંડળો, સમાજના પંચો વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ સમૂહલગ્નમાં પ્રભુતાના પગલાં માંડનાર 19 દંપતીઓને આશિર્વાદ આપવા તથા કાર્યક્રમોમાં તમામ દાતાઓ જ્ઞાતિજનો, મારાજઓ, ધર્મગુરૂઓને હાજર રહેવા મહામંત્રી જયંત વારસાખિયા તથા દિપુભાઈ પારીયાની યાદીમાં જણાવાયું આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular