જામનગર મહાનગરપાલિકા આઈસીડીએસ શાખા દ્વારા પ્રાદેશિક કચેરી મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજકોટ ઝોનના સહયોગથી જામનગર શહેરમાં વિશ્ર્વકર્મા વાડી ખાતે કિશોરીઓ માટે જાગૃત્તિલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલારના સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શહેર ભાજપા મહામંત્રી વિજયસિંહ જેઠવા, આરોગ્ય અને ગાર્ડન કમિટીના ચેરમેન હર્ષાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે વર્ષ 2020-21 માતા યશોદા એવોર્ડ વિતરણ તેમજ આંગણવાડી કાર્યકર / હેલ્પરને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું.