Saturday, January 11, 2025
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં ‘પ્રજાસત્તાક પર્વ’ની જિલ્લાકક્ષાની ઉજવણી સંદર્ભેની બેઠક યોજાઈ

દ્વારકા જિલ્લામાં ‘પ્રજાસત્તાક પર્વ’ની જિલ્લાકક્ષાની ઉજવણી સંદર્ભેની બેઠક યોજાઈ

- Advertisement -

આગામી પ્રજાસતાક પર્વની ઉજવણી સંદર્ભે ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભાણવડ ખાતે હર્ષોલ્લાસ સાથે કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી ઈમારતોની રોશની, કાર્યક્રમ સ્થળની વ્યવસ્થાઓ, સાફ સફાઈ, ફાયર સેફ્ટી અને ટેબ્લોનું આયોજન સહિતના મુદ્દે અગત્યની સૂચનાઓ આપી હતી અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

- Advertisement -

નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા દ્વારા વિવિધ સંબંધિત અધિકારીઓને કાર્યક્રમની ઉજવણીને લઈ જરુરી સૂચનો કરવામાં આવ્યા હતા. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્લો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશભક્તિની થીમ પર વિશેષ સાંસ્કૃત્તિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ પરેડનું આયોજન કરવામાં આવશે. સાથે સાથે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular