દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા મુમતાઝબેન ઈબ્રાહીમભાઈ મેર નામના 40 વર્ષના મહિલા દ્વારા જૂના મનદુ:ખનો ખાર રાખીને ઢીકાપાટુનો માર મારી, લોખંડના પાઈપ વડે હુમલો કરવા સબબ આ જ વિસ્તારમાં રહેતા સાદિક સુલેમાન ચૌહાણ, રસિદાબેન સાદીક ચૌહાણ, આસ્તાના સાદીક ચૌહાણ, સલીમ હુસેન થૈયમ અને અશરફ અલાયા રાહીલ સાદીક ચૌહાણ નામના છ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી મુમતાઝબેન તથા આરોપી સાદિક સુલેમાન ચૌહાણ સગા ભાઈ-બહેન થતા હોય અને તેઓ બંને વચ્ચે ઘણા સમયથી મનદુ:ખ ચાલ્યું આવતું હોય, આ બાબતે ડખ્ખો વધી જતા આરોપીઓએ એકસંપ કરી, લોખંડના પાઇપ વડે હુમલો કરીને ફરિયાદી તથા અન્ય સાહેદ સૌમ્યાબેન તથા સોહિલને પણ બેફામ માર માર મારી, ઈજાઓ કર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે દ્વારકા પોલીસે આઈપીસી કલમ 323, 324, 504, 506 (2) 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.