જામનગરમાં રિટાયર્ડ એમ્પ્લોઇઝ એસોસિએશન દ્વારા વિવિધ પડતર માગણીઓને લઇ પ્રોવિડન્ટન્ટ ઓફિસ ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને પડતર માગણીઓના નિકાલની માગણી કરી હતી.
ઇપીએસ સભ્ય અને પેન્શનરો દ્વારા પેન્શન વધારા સહિતના વિવિધ મુદ્ાઓને લઇ છેલ્લા કેટલાંય સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે. આમ છતાં સમસ્યાનો કોઇ ઉકેલ આવતો ન હોય, ચાર મુદ્ાઓની માગણીને લઇ જામનગરમાં રિટાયર્ડ એમ્પ્લોઇઝ એસો. દ્વારા પ્રોવિડન્ટન્ટ ફંડની ઓફિસે આવેદનપત્ર પાઠવ્યું હતુ. વિવિધ નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થઇ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ પેન્શનરોની ચાર મુદ્ાઓની માગણીઓ સ્વિકારવામાં નહીં આવે તો નવીદિલ્હી, જંતર મંતર ખાતે રાજ્યવાર ક્રમિક ઉપવાસની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જીઇબી રિટાયર્ડ એમ્પ્લોઇઝ એસો. સહિતની સંસ્થાઓ આ તકે ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.