Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઆસામમાં 3થી વધુ બાળક ધરાવતી મહિલાને સરકારી યોજનાનો લાભ નહીં

આસામમાં 3થી વધુ બાળક ધરાવતી મહિલાને સરકારી યોજનાનો લાભ નહીં

આસામમાં રાજ્ય સરકારે વસ્તી નિયંત્રણ માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો

- Advertisement -

આસામમાં રાજ્ય સરકારે વસ્તી નિયંત્રણ માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. આસામ સરકારે સરકારી યોજનાઓનો લાભ માત્ર નાના પરિવારોને આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગુવાહાટીમાં આ અંગે માહિતી આપી હતી. તેમણે મહિલાઓ માટે મહિલા આંત્રપ્રિન્યોરશિપ અછોની યોજના શરૂ કરી હતી.

- Advertisement -

મુખ્યમંત્રી સરમાએ મીડિયાને જણાવ્યું હતું કે આ યોજના હેઠળ રાજ્યમાં સ્વ-સહાય જૂથોની 39 લાખ મહિલાઓને ત્રણ વર્ષમાં ત્રણ તબક્કામાં યોજના હેઠળ વ્યવસાય કરવા માટે કેટલીક શરતો સાથે નાણાકીય સહાય આપવામાં આવશે. તેના માટે 145 બિઝનેસ મોડલ પસંદ કરવામાં આવ્યા છે. આસામ સરકાર દ્વારા ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે નવી નાણાકીય સહાય યોજના અમુક શરતો સાથે લવાઈ છે, જેમાં તેઓના બાળકોની સંખ્યાની મર્યાદાનો સમાવેશ થાય છે. શરતો અનુસાર, જનરલ અને ઓબીસી કેટેગરીની મહિલાઓ જો આ યોજનાનો લાભ મેળવવા માંગતી હોય તો તેમના ત્રણથી વધુ બાળકો ન હોવા જોઇએ. આ સાથે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ મહિલાઓ માટે આ મર્યાદા ચાર બાળકોની રહેશે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મુખ્યમંત્રી મહિલા સાહસિકતા અભિયાનની જાહેરાત કરી. આ જાહેરાત 2021 માં તેમની એ જાહેરાતને અનુરૂપ છે કે રાજ્ય સરકાર ચોક્કસ રાજ્ય-ભંડોળવાળી યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે બે-બાળક નીતિ અપનાવશે. જો કે, એમએમયુએ સ્કીમ માટેના ધોરણો હાલ પૂરતાં હળવા કરાયા છે. મોરાન, મોટોક અને ચાઈ આદિવાસીઓ જે એસટીનો દરજ્જો માંગી રહ્યા છે તેમની સામે પણ ચાર બાળકોની મર્યાદા લાદવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular