Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ગોકુલનગર પાસેથી દારૂના જથ્થા સાથે કારચાલક ઝડપાયો

જામનગરના ગોકુલનગર પાસેથી દારૂના જથ્થા સાથે કારચાલક ઝડપાયો

એલસીબીએ બાતમીના આધારે દબોચ્યો : 72 બોટલ દારૂ અને કાર સહિત રૂા.3.33 લાખનો મુદ્દામાલ કબ્જે : સપ્લાયરનું નામ ખુલ્યું: લતીપરમાંથી દારૂના જથ્થા સાથે બાઈકસવાર ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરમાં ગોકુલનગર સાંઢીયા પુલ નીચેથી પસાર થતી કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.28,800 ની કિંમતની 72 બોટલ મળી આવતા એલસીબીની ટીમે શખ્સની ધરપકડ કરી હતી. ધ્રોલ તાલુકાના લતીપર ગામ પાસેથી બાઈકસવારને આંતરીને તલાસી લેતા તેની પાસેથી ચાર બોટલ દારૂ મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર સાંઢીયા પુલ નીચેના માર્ગ પરથી કારમાં દારૂનો જથ્થો પસાર થવાની એલસીબીના સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા, કાસમ બ્લોચ, હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ જે.વી.ચૌધરી તથા સ્ટાફ દ્વારા વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની જીજે-03-કે.પી.-2184 નંબરની આઈ-20 કાર પસાર થતા એલસીબીની ટીમે આંતરીને કારની તલાસી લેતા તેમાંથી રૂા.28,800 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 72 બોટલ મળી આવતા પોલીસે રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ ફોન સાથે મનસુખ ઉર્ફે મનુ ઉકા સીંગળ (રહે. ગોકુલનગર-જામનગર) નામના શખ્સને ઝડપી લઇ કાર, દારૂ અને મોબાઇલ સહિત કુલ રૂા.3,33,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો રાણાવાવ ગામના હનુમાનગઢ ગામના બધા રબારી નામના બુટલેગરે સપ્લાય કર્યો હોવાનું ખુલતા એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો દરોડો, ધ્રોલ તાલુકાના લતીપર ગામ નજીક મંદિર પાસેથી પસાર થતા જીજે-11-કે-8475 નંબરના બાઈકને આંતરીને હેમંત કુરજી તરપદા નામના શખ્સને તલાસી લેતા તેની પાસેથી રૂા.2000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ચાર બોટલ મળી આવતા ધ્રોલ પોલીસે શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular