Wednesday, January 8, 2025
Homeરાજ્યહાલારસલાયા મરીન પોલીસ સ્ટેશનના દારૂનો કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

સલાયા મરીન પોલીસ સ્ટેશનના દારૂનો કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

- Advertisement -

સલાયા મરીન પોલીસ સ્ટેશનના દારૂના કેસમાં છેલ્લાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર સીટી સી ડીવીઝન પોલીસે જામનગરના ગોકુલનગર રડાર રોડ, નજીકથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના કેસનો આરોપી ગુમાનસિંહ ઉર્ફે ઘનુભા તખુભા જાડેજા નામનો શખસ છેલ્લાં એક વર્ષથી નાસતો ફરતો હોય. આ દરમિયાન હાલમાં જામનગરના ગોકુલનગર રડાર રોડ, નકુમ ટે્રડેક વાડી શેરીમાં હોવાની સીટી સી ના હેકો યશપાલસિંહ જાડેજા, પો.કો. હોમદેવસિંહ જાડેજા તથા હર્ષદભાઈ પરમારને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડી પી વાઘેલા તથા સીટી સી ના પ્રો.નાયબ પોલીસ અધિક્ષક નયન ગોરડીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.આર.ચૌધરી, પ્રો.પહીઆઈ કે.એસ. માણિયા, હેકો યશપાલસિંહ જાડેજા, ફૈજલભાઈ ચાવડા, ખીમશીભાઈ ડાંગર, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા તથા પ્રવિણભાઈ પરમાર સહિતના સ્ટાફ દ્વારા વોચ ગોઠવી ગુમાનસિંહ ઉર્ફે ઘનુભા તખુભા જાડેજાને ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે સલાયા મરીન પોલીસને જાણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular