જામનગર શહેરમાં ગુરૂદ્વારા ચોકડી નજીક પાસે પાર્ક કરેલું બુલેટ મોટરસાઈકલ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાના બનાવમાં સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે બુલેટ ચોરીનો ભેદ ઉકેલી શખ્સને ઝડપી લીધો છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુરૂદ્વારા ચોકડી પાસે પાર્ક કરેલું જીજે-23-ડીઈ-2019 નંબરનું રૂા.1,25,000 ની કિંમતનું બુલેટ મોરટસાઈકલ ચોરી થયાના બનાવમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી. દરમિયાન પો.કો. મયુરસિંહ જાડેજા, કલ્પેશ અઘારાને મળેલી બાતમીના આધારે ગુલાબનગર રીલાયન્સ પેટ્રોલ પંપ પાછળ આવેલા વાંજાવાસમાં વોચ ગોઠવી હતી. આ કામગીરી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અને ડીવાયએસપી ડી પી વાઘેલાના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ પીઆઇ એન.એ. ચાવડા, એએસઆઈ મુકેશસિંહ રાણા, હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. સંજય પરમાર, બલભદ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, મયુરરાજસિંહ જાડેજા, વિપુલ ગઢવી સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન ચોરાઉ બાઈક સાથે પસાર થતા શખ્સને આંતરીને પૂછપરછ કરતા ભાવેશ પ્રવિણ ચૌહાણ (ઉ.વ.19) (રહે. જીલરીયા તા. પડધરી જી.રાજકોટ) નો વતની અને હાલ મેટોડા જીઆઈડીસીમાં રહેતો હતો. ભાવેશે ત્રણ-દિવસ પહેલાં ગુરૂદ્વારા ચોકડી પાસેથી બાઈક ચોરી કરી હોવાની કેફીયત આપી હતી.