Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક ખાનગી કંપનીમાંથી લોખંડની પ્લેટો ચોરાઈ

ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાંથી લોખંડની પ્લેટો ચોરાઈ

દ્વારકા જિલ્લામાં વાડીનાર નજીક આવેલી કંપનીમાં ક્ધસ્ટ્રકશન સાઈટ પરથી 14 નંગ લોખંડની પ્લેટો અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ અરાંભી હતી.

- Advertisement -

ખંભાળિયા-જામનગર હાઈ-વે પર વાડીનાર નજીક કાર્યરત આઈ.ઓ..સી.એલ. કંપનીમાં આશાપુરા એન્ટરપ્રાઇઝ તરીકે પાઈપલાઈનનું ક્ધસ્ટ્રકશનનું કામ થતા આ સ્થળે ટેન્ક નંબર 19 તથા 20 ના ચાલુ કામ દરમિયાન પાઈપલાઈન નીચે સપોર્ટ માટે રાખવામાં આવેલી જુદી-જુદી પ્રકારની લોખંડની 14 પ્લેટોની ચોરી થઈ હોવાનું ખુલવા પામ્યું છે. આ પ્રકરણમાં કુલ રૂપિયા 53,200 ની કિંમતની લોખંડની પ્લેટ કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ વાડીનાર ખાતે રહેતા અને આશાપુરા એન્ટરપ્રાઇઝ કંપનીના અર્જુનસિંહ ધીરુભા જાડેજા એ વાડીનાર મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular