Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરબજરંગી કારસેવકો પ્રેરીત અક્ષત પૂજનનો કાર્યક્રમ

બજરંગી કારસેવકો પ્રેરીત અક્ષત પૂજનનો કાર્યક્રમ

- Advertisement -

અયોધ્યા ખાતે કરવામાં આવેલ કારસેવાઓમાં જામનગરથી સહભાગી થનાર કારસેવકો દ્વારા બનેલ ‘બજરંગી કારસેવક’ દ્વારા તા. 10 થી 15 જાન્યુઆરી, 2024 સાંજે 5-00 થી 10-00 કલાક દરમિયાન પંચેશ્ર્વર ટાવર પાસે અક્ષત કળશ પૂજનનો જાહેર કાર્યક્રમ યોજેલ છે જેમાં જામનગરની હિન્દુ પ્રેમી જનતા તથા રામભકતોને કળશ પુજન માટે અનુરોધ કરવામાં આવે છે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે પૂજન મંડપમાં વિશાળ સ્કીન પર અયોધ્યાના રામમંદિરના ઈતિહાસ તથા તેના સંઘર્ષની ગાથા દર્શાવવામાં આવશે.

- Advertisement -

આ કાર્યક્રમનો દિપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ સ્વામીનારાયણ સંપ્રદાયના મહંત ચત્રભૂજદાસ તથા એડવોકેટ દિનેશભાઈ વ્યાસ કરાવશે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, મેયર વિનોદ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશીષભાઈ જોશી તથા દંડક કેતનભાઈ નાખવા, જામ. ડિસ્ટ્રીક બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, પૂર્વ મંત્રી પરમાણંદભાઈ ખટ્ટરના હસ્તે થયું હતું.

આ સમગ્ર આયોજનના સંયોજક તરીકે એડ. મનીષ કનખરા (ચેરમેન, શિક્ષણ સમિતિ), રમેશભાઈ કનખરા, જામનગર ભાજપના પૂર્વ અધ્યક્ષો મુકેશભાઈ દાસાણી, એડવોકેટ હિતેનભાઈ ભટ્ટ, પ્રા. ડો. મીરાબેન પાઠક, મંજુલાબેન ચોવટીયા, ઈન્દુબેન પરમાર, રંજનબેન જોશી, ડો. હંસાબેન વ્યાસ, ડો. વિરલ વ્યાસ, હરીશભાઈ ગઢવી, દેવુભાઈ દવે, કલ્પેશભાઈ જોશી દ્વારા યોજેલ છે. આ કાર્યક્રમનો લાભ લેવા અને અયોધ્યામાં ભગવાન શ્રી રામના આગમનને અંતરના ઉમળકાથી આવકારવા સર્વે જામનગરવાસીઓને સહભાગી થવા બજરંગી કાર સેવકો વતી અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular