કલ્યાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં ભાટિયા ખાતે તાલુકા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ – 2024 નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકામાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ વિજેતા નંદાણા તાલુકા શાળાની ટીમના કેપ્ટન હાજાભાઈ વાળાની ટીમ રહી હતી. જ્યારે રનર્સઅપ ટીમ ધતુરીયા તાલુકા શાળા કેપ્ટન જતીનભાઈ પરમારની ટીમ રહી હતી.
આ ટુર્નામેન્ટનાં મેન ઓફ ધ સિરીઝ સંજયભાઈ ડુમાલીયા, બેસ્ટ બેટ્સમેન માયાભાઈ, બેસ્ટ બોલર સંજયભાઈ ડુમાલીયા, મેન ઓફ ધ મેચ પ્રજ્ઞેશભાઈ ધાંધલીયા રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, તાલુકા સંઘના પ્રમુખ કરશનભાઈ રાવલિયા, મહામંત્રી રવજીભાઈ ડાભી, જિલ્લા સંઘ ઉપપ્રમુખ કનુભાઈ ગોજીયા, શિક્ષક મંડળીના મંત્રી રાણાભાઈ કંડોરીયા, રમેશભાઈ ચોચા, દેવાતભાઈ ચેતરીયા, દેવાણંદભાઈ કંડોરીયા, અરજનભાઈ માડમ, નારણભાઈ, સુનિલભાઈ રાજ્યગુરુ વિગેરે હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર ટુર્નામન્ેટનું આયોજન તાલુકા સંઘ વતી મારખીભાઈ ગોરીયા અને હાજાભાઈ વાળાએ કર્યું હતું.ટુર્નામેન્ટમાં કોમેન્ટેટર્સ તરીકે રામસીભાઈ ચાવડા, ડી.કે.ભાઈ, અજીતસિંહ મોરી રહ્યા હતા. અમ્પાયર તરીકે મુકેશભાઈ ગોજીયા, દેવાણંદભાઈ કંડોરીયા, સામતભાઈ કરમુર અને રાજેશભાઈ ગોંડલીયાએ સેવાઓ આપી હતી. ટુર્નામેન્ટમાં સ્કોરરની ભૂમિકા વિજયભાઈ ડાભી, સાગરભાઈ પંડ્યાએ નિભાવી હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનાર સૌનો જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને કલ્યાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.