ભારતના ચૂંટણી પંચ, ન્યુ દિલ્હી તથા મુખ્ય નિર્વાચન અઘિકારીની સૂચના અનુસાર તા.27/10/2023 થી તા.09/12/2023 દરમ્યાન મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે દરમ્યાન મળેલ તમામ ફોમ્ર્સનો આખરી નિકાલ થયે તા.05/01/2024ના રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ દરમ્યાન થયેલ તમામ ફેરફારો બાદ જામનગર જિલ્લામાં મતદારોની વિગતો જેમાં કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન મથકોની સંખ્યા અનુક્રમે 280,270,226,197,268 મળી જામનગર જિલ્લામાં 1241 મતદાન મથકો છે. જિલ્લામાં કુલ 1211272 મતદારો પૈકી 621235 પુરુષો, 590023 સ્ત્રીઓ અને 14 થર્ડ જેન્ડર છે. જેમાં 18થી 19 વયજૂથના 12,282 મતદારો તથા 20થી 29 વયજૂથના 8,119 મતદારોનો વઘારો થયો છે. તેમજ જિલ્લાનો મતદારયાદી મુજબનો જેન્ડર રેશિયો 9પ0 થયો છે.
મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાલ ચાલુ જ હોય, મતદારયાદીમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવા આપ Voter Helpline Moblie થી અથવા https://voters.eci.gov.in/ વેબસાઈટ દ્વારા ઘરબેઠાં ઓનલાઈન જ ફોર્મ ભરી શકો છો અથવા આપની નજીકના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકો છો.
મુખ્ય નિર્વાચન અઘિકારી, ગુજરાત રાજયની ઓફિશિયલ વેબસાઈટ https://ceo.gujarat.gov.in પરથી આપ મતદારયાદીમાં આપનું નામ તથા વિગતો, મતદાન મથકોની વિગતો તેમજ મતદારયાદી લગત અન્ય તમામ વિગતો જાણી શકો છો. મતદારયાદી લગત અન્ય કોઈ સમસ્યા માટે આપ અમારા ટોલ ફ્રી નંબર 1950 ઉપર પણ સંપર્ક કરી શકો છો.