જામનગરના આહિર એક્ટિવ ગ્રુપ દ્વારા આહિર સમાજના ખેલાડીઓ માટે સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રોફી-2023-24 ઓપન ગુજરાત ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક ફાઇનલ મેચ સાથે સફળતાપૂર્વક સમાપ્ત થઇ હતી.
તા. 24 ડિસેમ્બર-2023થી વિશાલ હોટલ સામે વસંત પરિવારની વાડીના મેદાનમાં આયોજીત આ ટુર્નામેન્ટમાં આહિર સમાજની 96 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ક્રિષ્ના કાઠીયાવાડી મહાકાળી ટીમ-જામનગર અને આર.જી. ઇલેવન-જામનગર વચ્ચે ભારે રસાકસી ભર્યા ફાઇનલ મેચમાં ક્રિષ્ના કાઠીયાવાડી મહાકાળી ઇલેવનનો રોમાંચક વિજય સાથે આ ટીમ ચેમ્પિયન થઇ હતી.
ફાઇનલ મેચ નિહાળવા અને ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા હાલારના વતની સુપ્રસિધ્ધ ભારતીય ક્રિકેટ ટીમના ભૂ.પૂ. સફળ ક્રિકેટર અજય જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારપછી યોજાયેલ ઇનામ વિતરણ સમારોહમાં સ્વ. હમેતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ તથા સંસદસભ્ય પુનમબેન માડમ અને આમંત્રિત મહેમાનો મોક્ષ વસંતભાઇ, નિલેશભાઇ ભુતીયા, વિજયભાઇ ડેર અને આહિરાણી મહારાસ ગીતને કંઠ આપનાર ગાયક ભાવેશભાઇ આહિર તેમજ આહિર સમાજના અગ્રણીઓ દેવશીભાઇ પોસ્તરીયા, વી.એચ. કનારા, પરબતભાઇ ગોજીયા, દેવાયતભાઇ ગોજીયા, હિતેશભાઇ પીંડારીયા, મસરીભાઇ નંદાણીયા, હરદાસભાઇ ખવા, ભરતભાઇ ચાવડા, ભીમશીભાઇ ચાવડા, રામદેભાઇ કંડોરીયા, રમેશભાઇ કંડોરીયા, મહેશભાઇ નંદાણીયા, પરેશભાઇ કંડોરીયા, પૂર્વ ડે.મેયર પ્રવિણભાઇ માડમ, કોર્પોરેટરો કેશુભાઇ માડમ, લાભુબેન બંધીયા, રચનાબેન નંદાણિયા, જ્યોતિબેન ભારવાડીયા, રાહુલભાઇ બોરીચા- કોર્પોરેટર ઉપરાંત અનિલભાઇ વારોતરીયા, ભાયાભાઇ ગોજીયા, વિનોદભાઇ ગોજીયા, લાલાભાઇ ગોરીયા, રામભાઇ ખુંટી, ડાડુભાઇ વરવારીયા, દેવીદાનભાઇ જારીયા, દિલીપભાઇ ચાવડા, દિલીપભાઇ હાથલીયા, પરબતભાઇ ભાદરકા, બિપીનભાઇ ખીમલીયા, ધનાભાઇ કાંબરીયા, જશાભાઇ નંદાણીયા, મેરુભાઇ માડમ, સુમાતભાઇ ભાટીયા, કનુભાઇ મકવાણા, ભરતભાઇ વારોતરીયા, સી.એન. ચાવડા, દિનેશભાઇ ચાવડા, ડી.ડી. ગોરીયા, ડી.ડી. બેલા, રમેશભાઇ મારુ, રમેશભાઇ સુવા, દેવશીભાઇ કરમુર, ભરતભાઇ ડેર, ભાયાભાઇ ડેર, મહેશભાઇ વારોતરીયા, હરદાસભાઇ કંડોરીયા, સુરેશભાઇ વસરા, અશ્ર્વિનભાઇ વસરા, હમીરભાઇ નંદાણીયા, ભોજાભાઇ ભોચીયા, નરેશભાઇ ગોજીયા, વિજયશભાઇ નંદાણીયા, જીવાભાઇ કનારા, ભાવેશભાઇ ગાગીયા, નીતિનભાઇ માડમ, જીગરભાઇ માડમ, જેસાભાઇ ચાવડા, દિપકભાઇ ચાવડા, ભાવેશભાઇ મકવાણા, ચિરાગભાઇ વાંક, મેતાભાઇ ચાવડા, ડો. પી.વી. કંડોરીયા, ભીમશીભાઇ કાંબરીયા, વિરમભાઇ રાઠોડ, કારુભાઇ પરાપીપળિયા વિગેરે આહિર અગ્રણીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.
ચેમ્પિયન ટીમ તથા રનર્સ અપ ટીમને આકર્ષક ટ્રોફી તથા રોકડ પુરસ્કાર તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે બન્ને ટીમોના ખેલાડીઓને ટ્રેકસુટ અને ટી-શર્ટ આપવામાં આવ્યા હતાં. મેન ઓફ ધી સીરીઝ, મેન ઓફ ધી સીરીઝ, મેન ઓફ ધી ફાઇનલ મેચ, બેસ્ટ બેટસમેન, બેસ્ટ બોલર, એમ્પાયરો, કોમેન્ટેટર અને સ્કોરરને પુરસ્કારો આપવામાં આવ્યા હતાં.
ઇનામ વિતરણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત અજય જાડેજાએ જામનગરના આંગણે યોજાયેલ આ ટુર્નામેન્ટના સુંદર આયોજનને બિરદાવેલ તેમજ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતાં. પોતાના વતન જામનગર શહેર ખાતેના આ ટુર્નામેન્ટ કાર્યક્રમમાં તેમને આમંત્રિત કરવા બદલ સાંસદ પૂનમબેન માડમનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.
સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રાસંગિક પ્રવચન કરી ખેલાડીઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં તેમજ સ્વ. હેમતભાઇ માડમની સ્મૃતિમાં સને-2008થી પ્રતિ દરવર્ષે આહિર સમાજના ખેલાડીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ જ સુંદર આયોજન આહિર એક્ટિવ ગ્રુપના યુવા સદસ્યો દ્વારા કરવામાં આવે છે. જે આયોજન સફળતાપૂર્વક સમ્પન થયું હતું.