દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં રહેતાં યુવાને તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ઓખા મંડળના બેટ દ્વારકા ખાતે રહેતા અમરીકભાઈ સોમાભાઈ પાંજરી નામના 40 વર્ષના ખારવા યુવાને રવિવાર તારીખ 7મી ના રોજ પોતાના રહેણાંક મકાનની છતના હુકમાં દોરડા વડે કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ અંગેની જાણ મૃતકના નાનાભાઈ નરસીરભાઈ સોમાભાઈ પાંજરીએ ઓખા મરીન પોલીસને કરી છે.