Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુર તાલુકાના સડોદરમાં સિંહણ દેખાતા વન વિભાગ સતર્ક

જામજોધપુર તાલુકાના સડોદરમાં સિંહણ દેખાતા વન વિભાગ સતર્ક

- Advertisement -

જામજોધપુર તાલુકાના સડોદર પાસે આવેલ ફુલનાથ મહાદેવ મંદિર નજીક સિંહણ દેખાઈ હોવાની ઘટનામાં ફોરેસ્ટ ખાતા દ્વારા પણ અહીં સિંહણ દેખાઈ હોવાની વાતને સમર્થન આપ્યું છે અને લોકોેને સાવચેત રહેવા તથા ખોટી અફવા ન ફેલાવવા તેમજ સિંહણ દેખાઈ તો વન વિભાગને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સડોદર પાસે ફુલનાથ મહાદેવ નજીક વન્ય પ્રાણી હોવાની જામનગર વન વિભાગને જાણ કરતા જામનગર જિલ્લા ફોરેસ્ટ ખાતાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફોરેસ્ટ રેન્જના કર્મચારીઓ દ્વારા જે જગ્યાએ વન્ય પ્રાણીના નિશાન મળ્યા હતાં ત્યાં તેને પકડવા માટે મારણ સાથે પાંજરુ મૂકયુ હતુ. તેમજ જંગલમાં ટે્રક કેમેરા પણ ગોઠવવામાં આવ્યા હતાં. આ ટે્રક કેમેરામાં થયેલ વીડિયો શૂટીંગ અને ફુટ પ્રીન્ટ પરથી મહત્વની બાબત પ્રકાશમાં આવી હતી કે આ વિસ્તારમાં દેખાય વન્ય જીવ દિપડો નહીં પરંતુ સિંહણ છે અને દિપડા દ્વારા નહીં પરંતુ સિંહણ દ્વારા જ વાછરડાનું મારણ કર્યુ હોવાનું સામે આવ્યું હતું.

આ વિસ્તારમાં વન્ય પ્રાણી સિંહણ હોવાની બાબત સામે આવ્યા બાદ ફોરેસ્ટ ખાતાના વડા સહિતના અધિકારીઓ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને આ અંગે વધુ શોધખોળ અને તપાસ હાથ ધરી હતી. વન વિભાગના કર્મચારીઓ દ્વારા આ વિસ્તારમાં સિંહણ દેખાયાની ઘટનાને ધ્યાને લઈ આજુબાજુના ગામ લોકો તથા ખેડૂતોને તથા માલધારીઓને સાવચેત રહેવા સૂચના આપી હતી તેમજ ખોટી અફવા ન ફેલાઈ અને સિંહણનું લોકેશન દેખાય તો વન વિભાગનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું.

- Advertisement -

સિંહણ દેખાતા વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ
જામજોધપુર તાલુકાના સડોદર વિસ્તારમાં સિંહણ દેખાયાની ઘટના સામે આવતા જામનગર ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા લોકોેને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. તેમજ જણાવ્યું છે કે રાતના સમયે શકય હોય ત્યાં સુધી બહાર નિકળવા ટાળવું. તેમજ આજુબાજુના ખેતર વાળા ખેડૂતોએ પાક રક્ષણ માટે ખુલ્લો વીજવાયર કે શોર્ટ મૂકવો નહીં. શકય હોય તો ખેતરની અંદર રાત્રે પાણી વાળવાને બદલે દિવસે પાણી વાળવું. આ ઉપરાંત વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો અને મજૂરોએ પણ રાત્રે ખુલ્લામાં સુવાને બદલે ઘરમાં સુવુ અને પોતાના માલઢોરને ખુલ્લી જગ્યામાં બાંધવાને બદલે બંધ જગ્યા કે પેક વિસ્તારમાં બાંધવા. વાડી વિસ્તારમાં રહેતાં મજૂરોએ નોનવેજ ખાઇ તેનો હેઠવાડ રહેતા હોય તેની આજુબાજુ નાખવાને બદલે દૂર નાખવો અથવા જમીનમાં દાટી દેવો જેથી કરીને વન્ય પ્રાણીઓ તેની દુર્ગંધને કારણે તેમની પાસે નજીકમાં ન આવી શકે અને ખોટી અફવાથી ગભરાવવું નહીં કે ખોટી અફવા ફેલાવવી નહીં. વન્ય પ્રાણી જંગલમાં કે ખેતરોમાં દેખાઈ તો ખરાઇ કર્યા બાદ વનવિભાગને માહિતગાર કરવા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular