Saturday, December 21, 2024
Homeબિઝનેસહવે ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવી શકાશે જીએસટી

હવે ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવી શકાશે જીએસટી

ગુજરાત સહિત 10 રાજ્યોમાં શરૂ કરવામાં આવી સુવિધા

- Advertisement -

સરકારે વેપારીઓ માટે નવી સુવિધાઓની શરૂઆત કરી છે જે અંતર્ગત વેપારી હવે ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડના માધ્યમથી પણ જીએસટીનું પેમેન્ટ કરી શકશે. જીએસટી નેટવર્કએ આ સેવાને સક્રિય કરી દીધી છે.

- Advertisement -

જીએસટી અનુસાર હાલ 10 રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં વેપારીઓને આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમાં દિલ્હી ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજયો પણ સામેલ છે.

જીએસટી ચલણ બનાવતી વખતે વેપારીઓએ જીએસટી પેમેન્ટની રીત પસંદ કરવી પડશે તેમાં ક્રેડીટ અને ડેબીટ કાર્ડનો વિકલ્પ પણ જોડી દેવામાં આવ્યો છે. બાદમાં બધા રાજયોમાં આ સેવાનો વિસ્તાર કરવામાં આવશે. હાલ વેપારી ઓનલાઈન અને ઓફલાઈન બન્ને પ્રકારે પેમેન્ટ કરી શકે છે. ઓનલાઈન રીતોમાં નેટ બેન્કીંગ, આઈએમપીએસ અને યુપીઆઈ સામેલ છે. વેપારી રૂપે, માસ્ટર કાર્ડ વિસા અને ડાયનર્સ દ્વારા સંચાલીત બધા ક્રેડીટ ડેબીટ કાર્ડથી પેમેન્ટ કરી શકશે. હાલ આ સેવા દિલ્હી, ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરીયાણા, હિમાચલ પ્રદેશ, કેરળ, ઓરીસ્સા, આસામમાં ઉપલબ્ધ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular