Friday, January 3, 2025
Homeરાજ્યહાલારમેઘપર ટીટોડીના વયોવૃદ્ધ પૂર્વ શિક્ષકના સન્માન સાથે લાખોનો ફાળો એકત્ર

મેઘપર ટીટોડીના વયોવૃદ્ધ પૂર્વ શિક્ષકના સન્માન સાથે લાખોનો ફાળો એકત્ર

ગૌશાળાનું નિર્માણ કરી શિક્ષકનું ઋણ અદા કરતા ગ્રામજનો

- Advertisement -

જામ કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામ તથા આસપાસના કર્મચારીઓએ મેઘપર ટીટોડી ગામમાં અગાઉ દાયકાઓ સુધી આ વિસ્તારની સરકારી શાળાના શિક્ષક તરીકે સેવાઓ આપી ચૂકેલા વયોવૃદ્ધ વડીલનું વિશિષ્ટ સન્માન કરી અનોખા સામાજિક તથા સેવાકીય કાર્યક્રમમાં મોટી રકમનો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે.

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના નાના એવા મેઘપર ટીટોડી ગામે આજથી આશરે એક સદી પૂર્વે ખૂબ જ પછાત જેવા સમયમાં સરકારી શાળામાં આવી અને સતત 35 વર્ષ સુધી શિક્ષક તરીકે રહી ચૂકેલા અને હાલ ધોરાજી ખાતે રહેતા ગોરધનભાઈ બચુભાઈ ગોહિલ છેલ્લા ઘણા વર્ષોથી નિવૃત્ત છે. હાલ 85 વર્ષની વયના ગોરધન માસ્તર તરીકે ઓળખાતા ગોરધનભાઈએ તેમની શિક્ષણ પ્રવૃત્તિથી આ વિસ્તારમાં અદકેરું માન મેળવ્યું છે. તેમણે મેઘપર ટીટોડી ગામ સાથે આજુબાજુના ગામોમાંથી પણ અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાનું જ્ઞાન આપી અને હાલ આ પૂર્વ વિદ્યાર્થીઓએ સરકારી સહિતની નોકરી મેળવી છે. ગોરધન માસ્તરે મેઘપર ટીટોડીને પોતાનું જ ગામ નાની અને આ ગામના વિકાસ માટે સૂચન કરતા તેમની પાસેથી અભ્યાસ કરી ચૂકેલા મેઘપર ટીટોડી, મોવાણ, ભાતેલ, સીદસરા, ભોપલકા, ગઢકા ગામના અનેક વિદ્યાર્થીઓએ હાલમાં સરકારી નોકરી મેળવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોસ્ટિંગથી રિટાયરમેન્ટ સુધી ગોરધનભાઈએ આશરે સાડા ત્રણ દાયકા સુધી અહીં જ સેવાઓ આપી હતી. અમુક ઘરની બે પેઢી ગોરધન માસ્તર પાસે અભ્યાસ કરી ચૂકી છે. ત્યારે મેઘપર ટીટોડી કર્મચારી મંડળના આ લોકોએ આઝાદી પછીના આ વિસ્તારના તેઓના પ્રથમ ગુરૂના સન્માન ગોરધન માસ્તર માટે આખા ગામનું સ્નેહમિલન, વિદ્યાર્થી સન્માન, સમૂહ પ્રસાદ સાથે કાનગોપી મંડળીના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરેલ હતુ.

- Advertisement -

આ કાનગોપી મંડળીમાં નોંધપાત્ર એવો રૂ. વીસ લાખનો ફાળો એકત્ર થયો હતો. આ રકમથી આ વિસ્તારમાં ગૌશાળાનું નિર્માણ કરવામાં આવશે. આ સાથે અહીં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150 બોટલ રક્ત એકત્ર થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular