Tuesday, January 7, 2025
Homeરાજ્યહાલારબેરાજાના યુવાન ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી

બેરાજાના યુવાન ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી

- Advertisement -

ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે રહેતા લગધીરભાઈ ભીખાભાઈ ચાવડા નામના 32 વર્ષના યુવાન તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં ફોન પર વાત કરતી વખતે આ જ ગામના અશોક ભીખાભાઈ પરમાર, તેના માતા તથા પત્ની દ્વારા કોઈ કારણોસર ફરિયાદી લગધીરભાઈ પાસે આવીને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત અશોકભાઈના પત્નીએ પથ્થરના છૂટા ઘા મારીને તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આરોપી પરિવાર સામે આઈપીસી કલમ 337, 338, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular