જામનગરની જી. જી. હોસ્પિટલના એફએસ 3 નંબરના વોર્ડની લોબીમાંથી યુવાનનો મોબાઈલ અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો. જામનગર શહેરમાં રોઝી પેટ્રોલ પંપ પાસેના રસ્તા નજીકથી પસાર થતા યુવાનનો ત્રીસ હજારની કિંમતનો ફોન પડી જતા અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો.
ચોરીના બનાવ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરની જી. જી. હોસ્પિટલમાં એફએસ-3 વોર્ડની લોબી પાસે ધનરાજભાઈ વિજયભાઈ ડોડિયા નામનો યુવક રાત્રિના સમયે નિંદ્રાધિન હતો તે દરમિયાન તેના ખીસ્સામાં રાખેલોે રૂા.10,000 ની કિંમતનો મોબાઇલ ફોન અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં સમર્પણ હોસ્પિટલ પાસે આવેલી વાસાવીરા સોસાયટીમાં રહેતાં મહેશભાઈ બારડ નામનો યુવાન તેના ઘરેથી રોઝી પંપ તરફ જતો હતો ત્યારે રસ્તામાં રૂા.30 હજારની કિંમતનો વન પ્લસ મોબાઇલ પડી જતાં કોઇ તસ્કર ચોરી કરી ગયો હતો. આ અંગેની જાણ કરતા હેકો આર.બી. બથવાર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.